જનરલ બિપિન રાવતને બનાવાયા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ: સૂત્ર

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSના નામની જાહેરાત કરી દેવાઈ છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે હાલના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યાં છે. જો કે હજુ તેની અધિકૃત જાહેરાત થવાની બાકી છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસ 31 ડિસેમ્બરે પદભાર સંભાળશે. 

જનરલ બિપિન રાવતને બનાવાયા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ: સૂત્ર

નવી દિલ્હી: દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSના નામની જાહેરાત કરી દેવાઈ છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે હાલના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)  દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યાં છે. જો કે હજુ તેની અધિકૃત જાહેરાત થવાની બાકી છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસ 31 ડિસેમ્બરે પદભાર સંભાળશે. 31 ડિસેમ્બરે જ જનરલ બિપિન રાવત સેના પ્રમુખ પદથી રિટાયર થવાના છે. ત્યારબાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે. 

અત્રે જણાવવાનું કે સરકારે 24 ડિસેમ્બરે જ અધિકૃત રીતે CDS બનાવવાની જાહેરાત કરી દીધી હતી. સીડીએસ ફોર સ્ટાર જનરલ  હશે અને તે રક્ષા મંત્રાલય હેઠળ આવનારા એક નવા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સના સેક્રેટરી તરીકે કામ કરશે અને સરકાર (રાજનૈતિક નેતૃત્વ)ને સૈન્ય મામલાઓ પર સલાહ આપશે. સરકારે સ્પષ્ટ કરી દીધુ કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીધી રીતે આર્મી, વાયુસેના અને નેવીના કમાન્ડ અને યુનિટ્સને કંટ્રોલ નહીં કરે. પરંતુ તેના હેઠળ સેનાના ત્રણેય પાંખોના જોઈન્ડ કમાન્ડ અને ડિવિઝન હશે. 

અત્રે જણાવવાનું કે સરકાર દ્વારા જનરલ બિપિન રાવતને ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવાની ઈચ્છા જાહેર થયા બાદ સંરક્ષણ મંત્રાલયે સેના નિયમો, 1954માં કાર્યકાળ અને સેવા નિયમોમાં સંશોધન કર્યું છે. મંત્રાલયે 28 ડિસેમ્બરે પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કે ટ્રાઈ સર્વિસિઝ પ્રમુખ 65 વર્ષની આયુ સુધી સેવા આપી શકશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

જેમાં કહેવાયું કે શરતએ છે કે કેન્દ્ર સરકાર જો જરૂરી સમજે તો જનહિતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવાનો વિસ્તર કરી શકે છે. જનરલ બિપિન રાવત સેના પ્રમુખ પદથી 31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થશે. હાલના નિયમો મુજબ ત્રણેય સેવાઓના પ્રુખ 62 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી સેવા આપી શકે છે. આ ઘટનાક્રમને લઈને સરકારના પહેલા સીડીએસના પદની પસંદના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 24 ડિસેમ્બરે સીડીએસ પોસ્ટ અને તેના ચાર્ટર તથા ડ્યૂટીઝને મંજૂરી આપી હતી. 

કારગિલ યુદ્ધ પછી મળ્યું હતું સૂચન
CDS થળસેના, વાયુસેના અને જળસેનાના એકીકૃત સૈન્ય સલાહકાર હશે. 1999માં બનાવવામાં આવેલી કારગિલ સુરક્ષા સમિતિએ આ અંગે સૂચન કર્યું હતું. ચીફ ઓફ ડિફેન્સસ્ટાફની નિયુક્તિનો હેતુ ભારતની સામે આવતા સુરક્ષા પડકારોને પહોંચી વળવા ત્રણેય સેનાઓ વચ્ચે સારો તાલમેળ કરવાનો છે. વડાપ્રધાને 15મી ઓગસ્ટે જાહેરાત કર્યાં બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી જેણે CDSની નિયુક્તિની પદ્ધતિ અને તેમની જવાબદારીઓને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news